¡Sorpréndeme!

જેતપુરનો છાપર વાડી 2 ડેમ ઓવરફ્લો| અમરેલી-લીલીયા પંથકમાં મેઘો મુશળધાર

2022-07-13 128 Dailymotion

છેલ્લા અઠવાડીયાથી મેઘરાજા મન મુકી વરસી રહ્યા હોઈ શહેરની જીવાદોરી સમા જળાશયો છલોછલ બન્યા છે, જેમા જેતપુરનો છાપર વાડી 2 ડેમ થયો છે. અમરેલીના લીલીયા પંથકમાં મેઘો મૂશળધાર વરસ્યો છે. લીલીયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે લિલીયાની નાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.